Posts

"હૃદય તૃષ્ણા" by chandrasingh

લેખક: ચંદ્રસિંહ જી પરમાર ગામ: સરગુડી પોસ્ટ: લિહોડા તાલુકો: દહેગામ જીલ્લો: ગાંધીનગર પીન નંબર: ૩૮૨૩૧૫ ઉપનામ: "ચંદ્ર" નામે પદ્ય              "બાપૂ" નામે ગદ્ય YouTube channel: Chandrasingh vlogs. 'હૃદય તૃષ્ણા:' "જે ભગવાન! કેમ છે જીગા?" મેં થોડા આવેશમાં પૂછ્યું. " જે ભગવાન! જે ભગવાન! બોલો, બાપૂ!" વિનમ્રતાથી સામે જવાબ આવ્યો. "યાર, હવે ફોન પરય તમારા દર્શન દુર્લભ થઇ ગયાં છે. બહુ વ્યસ્ત લાગો છો!" ટોણો મારતાં મે કહ્યું. "બે દિવસથી છાતીમાં શુળ ફૂટતી હોય એવું લાગે છે, રાત્રે વધારે હતું; એટલે અત્યારે જ ઉઠ્યો." અસ્વસ્થતા સાથે ધીમા સ્વરે જવાબ આપ્યો. "કેમ વળી? પાછું શું થયું તને? ને હમણાંથી તારા મમ્મીની તબિયત કેમ છે?" ચિંતા અને આશ્વર્ય સાથે મારાથી પૂછી લેવાયું. "નથી કહેવું જાવા દે ને! બોલ કેમ ફોન કર્યો હતો?" મારી વાતના બે ફડચાં કરી તે આગળ વધ્યો. "યાર, પૈસાની ખૂબ જરૂર પડી છે. પણ... પણ, પે'લાં તું સારી દવા કરાવ. હું બે મહિનાથી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા સાટું નોકરીથી રજા પર હતો; એટલે બહું ખેંચ પડી છ...

હિન્દ પરિક્રમા: પવિત્ર પ્રેમકથા by Chandrasingh

Image
  ભારત પાકિસ્તાન સરહદે એક ગામ આવેલું છે. ભારત પાકિસ્તાન ભાગલા વખતે આ ગામના બે ભાગ પડી ગયા હતાં. એક જ ધણીના ખેતર વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા આવી ગઈ. જેમ બંગાળના ભાગલાનો દેશમાં વિરોધ થયેલો એટલો વિરોધ આ ભાગલાનો થયેલો. બંને સરકારોએ સર્વ સંમતિથી આ ગામ પૂરતું સીમાંકન રોકી રાખ્યું હતું. ૧૯૬૫માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સેનાએ આ ગામ થકી છેક લાહોર સુધી તિરંગો ફરકાવી દીધેલો. જેથી દર વર્ષે ભારત પોતાનો હિસ્સો માનતા આ વિસ્તારમાં "હિન્દ પરિક્રમા" યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે. હિન્દ પરિક્રમામાં ભારતના નાગરિકો પાકિસ્તાનની કહેવાતી ધરતી પર સરહદની હાઈ વોલ્ટેજ વાડની અંદર, વરંડાની અડોઅડ બનેલા રોડ પર ચાલીને પૂરી કરી, પાકિસ્તાનમાં ગયાનો અનુભવ કરી ભારતીય હોવાનો ગર્વ કરે છે. આ પરિક્રમા દર વર્ષે ૧૪ ઓગસ્ટના રોજ ભારતસરકાર દ્વારા સખત આર્મી સુરક્ષા વચ્ચે યોજવામાં આવે છે. હિન્દ પરિક્રમામાં દેશના ખૂણે ખૂણેથી લોકો ભાગ લે છે. "જય હિન્દ", "ભારતમાતા કી જય"ના જયઘોષ સાથે પરિક્રમા સંપન્ન થાય છે. આ વખતની પરિક્રમા થોડી વિશેષ હતી. કારણ કે મારી પ્રિયતમા હિયા ભાગ લઈ રહી હતી. હિયા દિલ્હી ...

Kali postar contravercy (કાલી પોસ્ટર વિવાદ)

Image
  વિવાદિત પોસ્ટર સંદર્ભ: તાજેતરમાં કેનેડામાં કાલી ડોક્યુમેન્ટરી નું પોસ્ટર રિલીઝ થયું. કાલી ડોક્યુમેન્ટરીના  દિર્ગદર્શક નું નામ નીના માનીમેખલાઈ છે. કાલીના પોસ્ટર માં માતા કાલીને સિગરેટ પીતા બતાવાયા છે. તેમના જમણી બાજુના એક હાથમાં LGBT નો ઝંડો છે.  વિવાદ: માં કાલી હિન્દુ ધર્મમાં નવદુર્ગા, માં ભવાની,  માં આદ્યશક્તિ, માં પાર્વતી, માં મહિષાસુર મર્દીની તથા 51 શક્તિપીઠોની જન્મદાત્રી તરીકે ઓળખાય છે. માં કાલી ને સમગ્ર ભારતીય હિન્દુ સમાજ પોતાના પ્રાદેશિક વિધિવિધાનોથી પૂજતો આવ્યો છે. કોઈ આસોસુદ નવરાત્રિ એ પૂજા કરે છે તો કોઈ ચૈત્રી નવરાત્રી એ અર્ચના કરે છે. હિન્દુ ધર્મમાં, માં પાર્વતી એટલે કે માં કાલી ને સમગ્ર સૃષ્ટિના રક્ષક માનવામાં આવે છે.   બંગાળમાં માં કાલી ની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને માં દુર્ગા; માં કાલી નો ભવ્ય ઉત્સવ અહી ઉજવાય છે. દરેક ધર્મના લોકો આ ઉત્સવમાં હોંશેહોંશે ભાગ લે છે. બંગાળ સિવાય ગુજરાતમાં પણ પાવાગઢની ટુંક પર માં બિરાજમાન છે. તાજેતરમાં જ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા નૂતન મંદિરનું હિન્દુ શાસ્ત્રો મુજબ લો...

શાળા પ્રવેશોત્સવ 2022

Image
  પ્રસ્તાવના: આપણી આર્ય સંસ્કૃતિમાં ચાર આશ્રમનું મહત્વ ઘણું અંકાયેલું છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યસ્થાશ્રમ. વૈદિક યુગીન કાળમાં શિક્ષાનું મહત્વ અનેરું હતું. એ વખતે બાળકો ભણવા ગુરુના આશ્રમમાં જતાં, ગુરુની આજ્ઞાનું શબ્દશઃ પાલન કરતાં, ગુરુ આશ્રમના દરેક કામ કરતાં. એ સમયે પણ આશ્રમમાં આવતા શિષ્યો માટે પ્રવેશોત્સવ થતો; જે તે રાજા દ્વારા નગરભોજનું આયોજન થતું શાળા પ્રવેશોત્સવ એટલે શાળામાં નાના ભૂલકાઓને ધોરણ એકમાં પ્રવેશ આપવો.ગુજરાત સરકારે 1998-99 ના વર્ષથી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો. શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા આરંભાયેલ શિક્ષા યજ્ઞના ભાગ રૂપે ચાલી રહ્યો છે. આ કાર્યક્રમનો હેતુ, બંધારણના અનુચ્છેદ 21A (રાજ્યના છ થી ચૌદ વર્ષના બાળક માટે શિક્ષા નિશુલ્ક અને અનિવાર્ય રહેશે)ને શબ્દશઃ સાકાર કરવાનો છે. 19 નવેમ્બર, 1984થી મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના સમયમાં અમલમાં આવેલી મધ્યાહન ભોજન યોજના પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટેની છે. ગરીબ બાળકોને પોષણયુક્ત ...

"મફતનું મૂલ્ય" by Chandrasingh

Image
  "કેળવણીની કેડીએ" મારી કોલેજ પૂરી થયી ગઈ. હું હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે સાથે નોકરી શોધવા લાગ્યો. મારા કોલેજ ગ્રુપમાં બધાં સેટલ થઈ રહ્યા હતાં. મારે બસ મારો જ ખર્ચો કાઢવાનો હતો. મોટાભાઈ, ઘર ચલાવતાં નહિ પણ દોડાવતાં હતાં. મારા પડોશ ગામ લાખાજીના મુવાડા ખાતે નવી બનેલ, શ્રી રોયલ સ્કૂલમાં અંગ્રેજી ભણાવવાની ઓફર મળી. પગાર છ હજાર પાંચસો નક્કી થયો. હવે મને મારા પોકેટમનીની ચિંતા દૂર થયી. મેં વિચાર્યું કે હવે ગામમાં ટ્યુશન ક્લાસ ચાલુ કરી દવ. આપડે ભણ્યાં એટલે કોઈકને તો ભણાવીએ! મારા ગામમાં લગભગ સાઈઠ જેવાં ઘર! મોટા ભાગના લોકો ખેતીમજૂરી કરે; એટલે ગામમાં એક બે ઘર સિવાય બધાં જમીન; ને બધાના ખેતરે શાકભાજીનું વાવેતર. રોજ પૈસાને રોજ દિવાળી! "પપ્પા, મારે ટયૂશન ચાલુ કરવું છે, ગામમાં વાત કરજો!". "ગામમાં  કોઈ રૂપિયો નઈ આપે...!" "ભલે! આપડે મફત ભણાવીશું!" "સારું..!" મારાં શિડ્યુલ મુજબ તારીખ નક્કી કરી; પાંચ છોકરાઓય મળ્યાં. મારો વિષય અંગ્રેજી હતો. સરકારી શાળામાં જતાં બાળકો રજાઓમાં અંગ્રેજી શીખી શકે એ ઉદ્દેશ્યથી આ શ્રી ગણેશ કરેલાં. પહેલાં દિવસે પાંચમ...

"ડબલું" by Chandrasingh

Image
Cover Page પાણીને ઠંડુ રાખવા બનાવેલું "ડબલું" "પોની આવે એટલે આ તારું ડબલું ભરી લેજે!" મમ્મીએ સાદ પાડ્યો. "એ હારું!" ડબલું લઈ ઢાંકણું ખોલતાં હું બોલ્યો. "ડબલું" શબ્દ મારા જીવનના તાણાવાણા સાથે ત્રણ વર્ષથી ઘડાઈ ગયો છે. ૨૦૧૯માં ૨૭વર્ષે હું નોકરીએ લાગ્યો. મારું પોસ્ટિંગ સુરેન્દ્રનગર થયું. નવો પ્રદેશ, નવા લોકો, નવી ભાષા, નવી ઓળખ ને નવી બોલી. આપડે રહ્યાં દેશી! એટલે કંઇ ઝાઝો ફરક ના પડ્યો.  મારું ઘર મારા કાર્ય ક્ષેત્રથી લગભગ ૧૭૦ કિલોમીટર દૂર થતુ. આપણે જ્યારે પણ મુસાફરી કરતા હોઈએ, ત્યારે પાણી આપડી પહેલી જરૂરિયાત રહેતી હોય છે. મારે પણ કંઇક એવું થયું. શરૂઆતમાં હું મુસાફરીના સમયે પાણી માટે બોટલ રાખતો. બે વખત પાણી પીઓ એટલે બોટલ પૂરી. પછી પાણીની શોધમાં આમતેમ ભટકવાનું ચાલુ! મારી મુસાફરોના સમયમાં મારે એકબે વખત વલખાં મારવા પડતાં. મને આ થોડું અજુગતું લાગ્યું. મારી ભોમ સરગુડીમાં પાણીની લીલા લહેર હોય ને હું પાણી માટે આમતેમ વલખાં મારું; એ વળી કેમ શોભે!  "કાલે, તને ડબલું બનાવી આપું! પછી પોનીની ચિંતા નઈ." પપ્પાએ મને આશ્વાસન આપતાં કહ્યું.  એ દિવસે હું નોકરીથી ઘ...

"Love in UKRAIN(conclude)" by Chandrasingh

Image
  Cover page         "Love in UKRAIN: Conclude"  24 फरवरी 2022 को, रूस ने दक्षिण-पश्चिम में अपने पड़ोसी यूक्रेन पर बड़े पैमाने पर आक्रमण शुरू किया, जो 2014 में शुरू हुए रूस-यूक्रेनी युद्ध की नाटकीय वृद्धि को चिह्नित करता है। आक्रमण लंबे समय तक रूसी सैन्य निर्माण से पहले हुआ था जो 2021 की शुरुआत में शुरू हुआ था, जिसके दौरान रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने 1997 के बाद नाटो के विस्तार की सुरक्षा के लिए खतरे के रूप में आलोचना की और मांग की क यूक्रेन को सैन्य गठबंधन में शामिल होने से कानूनी रूप से प्रतिबंधित किया जाए; उन्होंने अतार्किक विचार भी व्यक्त किए। आक्रमण के कुछ दिन पहले, रूस ने आधिकारिक तौर पर डोनेट्स्क पीपुल्स रिपब्लिक और लुहान्स्क पीपुल्स रिपब्लिक, पूर्वी यूक्रेन के डोनबास क्षेत्र में दो स्वयं घोषित राज्यों को मान्यता दी, और 21 फरवरी को क्षेत्रों में सैनिकों को भेजा। 22 फरवरी को, रूसी संघ परिषद ने सर्वसम्मति से राष्ट्रपति को रूस की सीमाओं के बाहर सैन्य बल का उपयोग करने के लिए अधिकृत किया। अपनी सेना इस डोमबास क्षेत्र से कीव की और बढ़ती गई। यहां...

"માં" નું આધુનિક સ્વરૂપ by Chandrasingh

Image
  પ્રતિકાત્મક ચિત્ર : "માં" નું સાચું સ્વરૂપ સુરેન્દ્રનગર નું ખોડું ગામ. ગામની વહુવારું નિકિતા ત્રણ મહિનાની દીકરી વૈદેહીને લઈ માતાજીના દર્શને આવી. માતાજીના નૈવેધ વિધિ પતાવતા સાડા અગિયાર સમય થયી ગયો. નૈવેધ કરી અમદાવાદ પાલડી જવાનું હતું; એ પણ ધગધગતા બપોરે! છાપું સુરેન્દ્રનગરમાં ૪૭ ડિગ્રી તાપમાન બતાવતું હતું. " બેટા, આપડે રોકાઈ જઈએ... સાંજે જઈશું...ઠંડા પોરે!" સાથે આવેલી માતાએ દીકરીને કહ્યું. "ના, માં! આપડે વહી જાશું." નિકિતાએ જવાબ આપ્યો. "રોકાઈ જા ને! કાલ સવારે નીકળી જજે." વૈદેહીના પિતા બોલ્યાં. "તમે કંઈ જ ના બોલો! તમારી લીધે મોડું થયું સે." નિકિતા ગુસ્સાથી બોલી. નિકિતાના પતિએ બપોરે બાર વાગે સુરેન્દ્રનગરથી ઉપડતી અમદાવાદની બસમાં ત્રનેઉંને બેસાડી દીધા. આજે બસ મોડી હતી. અહી ગરમીનો પારો આગાહી મુજબ ત્રાડ ગજવતો હતો. બારીમાંથી ગરમ લૂ શરીર શેકી રહી હતી. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી દીધુ હતું. લખતર સુધી બધું યોગ્ય રહ્યું. હવે દીકરી વૈદેહી રડવા લાગી. ગરમ લૂ  એનું ભારે શરીર સહન કરી શકતું નહોતું. થોડીક ક્ષણોમાં એને આખી બસને ડિસ્ટર્બ કરી દીધ...

"Love in UKRAIN"(यूक्रेन में प्यार) by chandrasingh

Image
"ऑपरेशन गंगा" 24 फरवरी 2022 को, रूस ने दक्षिण-पश्चिम में अपने पड़ोसी यूक्रेन पर बड़े पैमाने पर आक्रमण शुरू किया, जो 2014 में शुरू हुए रूस-यूक्रेनी युद्ध की नाटकीय वृद्धि को चिह्नित करता है। आक्रमण लंबे समय तक रूसी सैन्य निर्माण से पहले हुआ था जो 2021 की शुरुआत में शुरू हुआ था, जिसके दौरान रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने 1997 के बाद नाटो के विस्तार की सुरक्षा के लिए खतरे के रूप में आलोचना की और मांग की क यूक्रेन को सैन्य गठबंधन में शामिल होने से कानूनी रूप से प्रतिबंधित किया जाए; उन्होंने अतार्किक विचार भी व्यक्त किए। आक्रमण के कुछ दिन पहले, रूस ने आधिकारिक तौर पर डोनेट्स्क पीपुल्स रिपब्लिक और लुहान्स्क पीपुल्स रिपब्लिक, पूर्वी यूक्रेन के डोनबास क्षेत्र में दो स्वयं घोषित राज्यों को मान्यता दी, और 21 फरवरी को क्षेत्रों में सैनिकों को भेजा। 22 फरवरी को, रूसी संघ परिषद ने सर्वसम्मति से राष्ट्रपति को रूस की सीमाओं के बाहर सैन्य बल का उपयोग करने के लिए अधिकृत किया। अपनी सेना इस डोमबास क्षेत्र से कीव की और बढ़ती गई। यहां पर यूक्रेनी प्रमुख वोलोदिमिर जेलेंस्की अपने देश को बचाने म...

"છૂટા પૈસા" by Chandrasingh

Image
  "પાંચસો રૂપિયા" સૂરજદાદાએ મને જગાડ્યો, "અરે આજ તો સાત વાગી ગયાં! હવે બસ પણ નહિ મળે!" નોકરીના પ્રેશરમાં હું ખટકાથી ઘર છોડી દીધું. લેટ થયી જતાં બાયડ_જૂનાગઢ બસ પણ વહી ગઈ. ઉતાવળમાં પાકીટ નહોતું જોયું, ઘરવાળીને પણ નહોતું કીધું કે પાકીટ જોઈ લેજે. હવે પછીની બસ છેક આઠ વાગે હતી. મારી સોનાટા ઘડિયાળમાં સાડા સાત વાગતાં હતાં.  મનોમન, "એમ કરું, ઇકોમાં બેસી જવ. જલદી પહોંચશે." પાકીટમાં જોતાં ઘરવાળીએ મુકેલી માત્ર પાંચસોની નોટ દેખાણી.  મનોમન, "લાવ! છૂટા લઈ લવ." બસ સ્ટેન્ડમાં બનેલી દુકાને જઈ, "પાંચસોના છૂટા આપો".  "અતાર પોરમાં છૂટા ચ્યોથી લાવું! ગલ્લો હાલ જ ખોલ્યો સે!" મને શરમ લાગી, ઇકોવાળા જોડેથી લઇ લઈશું! દૂરથી ઇકો દેખાણી. હાથ ઊંચો કર્યો. ઉભી રહી. બેસી ગયો. પાલૈયા આવ્યું મેં પાકીટ કાઢ્યું, ભાડું આપવા પાંચસો હાથમાં લીધા. દહેગામ બસ ડેપો આગળ ગાડી ઊભી રહી.  "લો ભાઈ! ભાડું લઈ લો." "છૂટા આપો." ઇકો વાળાએ મોઢું બગાડ્યું. હવે મારું મોઢું પણ થોડું ખારું થયી રહ્યું હતું. અમદાવાદની બસ પડી હતી, મારી પાસે ભાડાનાય છૂટા નહોતા. ઝડપી થેલો ...

અખાત્રીજ by chandrasingh

Image
અખાત્રીજ: વૈશાખ સુદ ત્રીજ પ્રસ્તાવના:  ભારત એ સદીઓથી કૃષિપ્રધાન દેશ છે. કૃષિ એ છેક હડપ્પા કાળથી આવકનું સાધન બની રહ્યું છે. કૃષિ સાથે આજદિન સુધી રાજકીય, સામાજિક તથા આર્થિક સંબંધો બંધાઈ રહ્યા છે. તાજેતરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો વિશ્વને અન્ન પૂરું પડવાની જવાબદારી લેવા ભારત તત્પર છે અને WHO ના અધ્યક્ષને આ વિષયની ખાતરી પણ આપાયેલ છે. આ બધો સંદર્ભ તપાસતા, અખાત્રીજ વિશે જાણવું આપણા માટે અત્યંત મહત્વનું બની રહ્યું છે.  અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે ઉજવાય છે. અખાત્રીજનું બીજું નામ "અક્ષય તૃતીયા" છે. આ દિવસે કોઈપણ કાર્ય કરવા માટે મુહૂર્ત કે ચોઘડિયા પણ જોવા પડતા નથી. આ દિવસનો મહિમા એટલે અનેરો છે કે તમે કાળ ચોઘડિયામાં પણ કંઈ શુભકાર્ય કરો તો પણ તે લાભદાયી બને છે.  અખાત્રીજ કે અક્ષય તૃતીયા નો ઉદભવ: • અખાત્રીજના દિવસે મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકા દેવીના ઘરે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. ભગવાન પરશુરામ એ ભગવાન વિષ્ણુના  છઠ્ઠા અવતાર છે એવું માનવામાં આવે છે, એટલે આજે ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે છે. ધન સંપન્ન લોકો આજના દિવસે સોનું જેવી કિંમતી ધાતુ ખરીદવ...

'તળાવ કાંઠે'

Image
"તળાવ કાંઠે"(પ્રતિકાત્મક ચિત્ર) બાજરી વાઢવાનું કામ ચાલુ હતું. ઉનાળાનો ધોમ ધખતો તડકો અમારી પરીક્ષા કરી રહેલો. હવે, પાણી વિના ગળે સોસ પડી રહ્યો હતો. લગભગ બપોરના બાર વાગી રહ્યા હશે. દાડિયા સૌ છૂટા થયાં. હું ને મારા મોટાભાઈ મહેશ બંને ઘરે જવા નીકળીએ એ પહેલાં સાંજના ટાણે પીવાના પાણીની ગોઠવણ કરવાનું વિચાર્યું. “હાલ, બાબુ! આ બઈની(બરણી) પાણી ભરી લાયવીએ એટલે સાંજે નિરાંત!” “હા, ભાઈ. ચાલો!” અમે બે ખેતરવા દૂર આવેલા તળાવ પર પહોંચ્યા. આજે નર્મદાનું તાજુ પાણી આવી રહ્યું હતું. આ તળાવને ગામલોકો ‘વીજળી તળાવ’ કહે. તળાવના કાંઠે એકવીસ પગથિયાં ઊંડો ઘાટ બનાવેલો. ભરબપોરે તળાવ કાંઠે જૂનું શિવાલય વડલાની છાયમાં શોભી રહ્યું હતું. સીમમાં રહેતા મનેખ તળાવ ભરાતું હોય ત્યારે પીવા-વાપરવાનું પાણી ભરી જતાં ને સવારસાંજ કપડાં-વાસણ કરવા આવતાં. તળાવ ભરવા સરકારશ્રીની સૌની યોજના થકી નર્મદાની લાઈન નાખેલી જેથી કદી પાણીની તંગી ના પડે. તળાવના કાંઠે લગભગ પંદરમા પગથિયે એક ખખડધજ ઓરડી ઊભેલી. છવ્વીસ જાન્યુઆરીના ભૂકંપ પહેલા આ જમીનમાં પુષ્કળ પાણી હતું; એ વખતે આ ઓરડીનો ઉપયોગ બોરવેલના સંચાલન માટે થતો. હવે જ્યારે જ્યારે તળાવ સં...

હોળી

Image
                       ભારતમાં ધર્મ:  ભારત તહેવારોનો દેશ છે એમ કહીએ તોય કાઈ ખોટું નથી, કારણ ભારતની પવિત્ર ધરા માથે અનેકો નાનામોટા તહેવારો અનેકો લોકો દ્વારા ઉજવવામાં આવી રહ્યા છે; હોળી એમાંનો એક છે. આપણને ક્યારેય એવો વિચાર આવ્યો કે, ભારત વિશ્વમાં હવે વસ્તની બાબતે લગભગ ચીનથી પણ આગળ નીકળી ગયો છે; તે દુનિયાના આર્થિક રીતે પછાત ગણાતા દેશોમાં આવતો હોવા છતાં સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે. તમે ક્યારેય સાંભળ્યું કે અમેરિકામાં જીસસ ક્રિસ્ટ સિવાય બીજા કોઈ દિવિદેવતાઓની પૂજા થાય છે; તમે ક્યારેય સાંભળ્યું કે ભારતની કોઈપણ પ્રાથમિક શાળામાં ભણતા ભૂલકાઓને દફતરમાં બંદૂક રાખવી પડે છે જેમ અમેરિકા જેવી મહાસત્તાના બાળકોને રાખવી પડતી હોય! તમે ક્યારેય સાંભળ્યું છે કે ભારતના ભિખારીઓ પાસેથી લાખો રૂપિયાની રકમ મળી હોય જ્યારે અમેરિકા, યુરોપના ગર્ભશ્રીમંત ગણાતા દેશોમાં ભિખારીઓ ન હોવા છતાં પૈસા ખાતર ગમે ત્યારે વિદેશીઓ ઉપર ગોળીબાર કરી દેતા હોય! એવું ક્યારેય સાંભળ્યું છે કે ભારતમાં અમેરિકાની જેમ બાળક યુવાન થતાં સરકારને આશરે છોડી દેવામાં આવે! ઉપરના તમામ તથ્યોનુ...

એક વિધાર્થીનું આંતરમન

Image
ગુજરાતી ભાષાના પ્રખર પંડિત એવા શ્રી રાવજીભાઈ ડાહ્યાભાઇ પટેલ તારીખ 27 ઓક્ટોબરના રોજ સાદાઈથી નિવૃત્ત થયાં. શ્રી ગાયત્રી વિદ્યામંદિર હાઇસ્કુલ એમના 34 વર્ષના સેવા કાળ ની સાક્ષી બની ઉભી છે. લીહોડા તથા તેનાં પરા ગામમાં બે પેઢીના બાળકો એમના હાથ નીચે ભણી ગયાં. એમની ભણાવવાની શૈલી ગજબની! એમનાં દ્વારા ભણાવાયેલ ગુજરાતી વ્યાકરણ આજે પણ મારા હૃદયમાં સચવાયેલું છે. રાવજીભાઈ પટેલનો જન્મ 26મી જૂન 1962 ના રોજ ગાંધીનગરના દહેગામ તાલુકાના છેવાડાના એવા જીંડવા ગામના મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. નાની ઉંમરે પિતાશ્રીનું અવસાન થતાં ઘરની જવાબદારી એમના માથે આવી પડી. પિતાની છત્રછાયા વિના જ ઘરનું ગુજરાન અને ભણતરનું ભાથું સાચવી રાખ્યું. એમનાં માનમાં મને આ પંક્તિઓ લખવાનુ મન થાય છે:  "ત્રેવડ જેટલી હોય એ વિધિ!(૨) કર ઘા, હું નવો અવતાર ધરીને આવીશ. તેડાવ તાંડવી મારૂતો  મુજ કાજ,(૨) હું શૈલ પુત્ર બનીને આવીશ. લોઢું ગરમ જોઈ ઉઠાવી લે ઘણ.(૨) પાણ કાપી શકે એ ધાર બનીને આવીશ. છીણી, હથોડાનો કરી લે પ્રહાર,(૨) સૌકોઈ નમે એ 'મૂરત' બનીને આવીશ. જે હસી રહ્યાં છે મુજ પર આજ,(૨) એમનાં હૃદયનું "રાજ" બનીને આવીશ. ગરીબી માર...