"હૃદય તૃષ્ણા" by chandrasingh
લેખક: ચંદ્રસિંહ જી પરમાર ગામ: સરગુડી પોસ્ટ: લિહોડા તાલુકો: દહેગામ જીલ્લો: ગાંધીનગર પીન નંબર: ૩૮૨૩૧૫ ઉપનામ: "ચંદ્ર" નામે પદ્ય "બાપૂ" નામે ગદ્ય YouTube channel: Chandrasingh vlogs. 'હૃદય તૃષ્ણા:' "જે ભગવાન! કેમ છે જીગા?" મેં થોડા આવેશમાં પૂછ્યું. " જે ભગવાન! જે ભગવાન! બોલો, બાપૂ!" વિનમ્રતાથી સામે જવાબ આવ્યો. "યાર, હવે ફોન પરય તમારા દર્શન દુર્લભ થઇ ગયાં છે. બહુ વ્યસ્ત લાગો છો!" ટોણો મારતાં મે કહ્યું. "બે દિવસથી છાતીમાં શુળ ફૂટતી હોય એવું લાગે છે, રાત્રે વધારે હતું; એટલે અત્યારે જ ઉઠ્યો." અસ્વસ્થતા સાથે ધીમા સ્વરે જવાબ આપ્યો. "કેમ વળી? પાછું શું થયું તને? ને હમણાંથી તારા મમ્મીની તબિયત કેમ છે?" ચિંતા અને આશ્વર્ય સાથે મારાથી પૂછી લેવાયું. "નથી કહેવું જાવા દે ને! બોલ કેમ ફોન કર્યો હતો?" મારી વાતના બે ફડચાં કરી તે આગળ વધ્યો. "યાર, પૈસાની ખૂબ જરૂર પડી છે. પણ... પણ, પે'લાં તું સારી દવા કરાવ. હું બે મહિનાથી તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા સાટું નોકરીથી રજા પર હતો; એટલે બહું ખેંચ પડી છ...