Posts

Showing posts from November, 2020

એક વિધાર્થીનું આંતરમન

Image
ગુજરાતી ભાષાના પ્રખર પંડિત એવા શ્રી રાવજીભાઈ ડાહ્યાભાઇ પટેલ તારીખ 27 ઓક્ટોબરના રોજ સાદાઈથી નિવૃત્ત થયાં. શ્રી ગાયત્રી વિદ્યામંદિર હાઇસ્કુલ એમના 34 વર્ષના સેવા કાળ ની સાક્ષી બની ઉભી છે. લીહોડા તથા તેનાં પરા ગામમાં બે પેઢીના બાળકો એમના હાથ નીચે ભણી ગયાં. એમની ભણાવવાની શૈલી ગજબની! એમનાં દ્વારા ભણાવાયેલ ગુજરાતી વ્યાકરણ આજે પણ મારા હૃદયમાં સચવાયેલું છે. રાવજીભાઈ પટેલનો જન્મ 26મી જૂન 1962 ના રોજ ગાંધીનગરના દહેગામ તાલુકાના છેવાડાના એવા જીંડવા ગામના મધ્યમ વર્ગીય કુટુંબમાં થયો હતો. નાની ઉંમરે પિતાશ્રીનું અવસાન થતાં ઘરની જવાબદારી એમના માથે આવી પડી. પિતાની છત્રછાયા વિના જ ઘરનું ગુજરાન અને ભણતરનું ભાથું સાચવી રાખ્યું. એમનાં માનમાં મને આ પંક્તિઓ લખવાનુ મન થાય છે:  "ત્રેવડ જેટલી હોય એ વિધિ!(૨) કર ઘા, હું નવો અવતાર ધરીને આવીશ. તેડાવ તાંડવી મારૂતો  મુજ કાજ,(૨) હું શૈલ પુત્ર બનીને આવીશ. લોઢું ગરમ જોઈ ઉઠાવી લે ઘણ.(૨) પાણ કાપી શકે એ ધાર બનીને આવીશ. છીણી, હથોડાનો કરી લે પ્રહાર,(૨) સૌકોઈ નમે એ 'મૂરત' બનીને આવીશ. જે હસી રહ્યાં છે મુજ પર આજ,(૨) એમનાં હૃદયનું "રાજ" બનીને આવીશ. ગરીબી માર...