Kali postar contravercy (કાલી પોસ્ટર વિવાદ)

 

વિવાદિત પોસ્ટર


સંદર્ભ: તાજેતરમાં કેનેડામાં કાલી ડોક્યુમેન્ટરી નું પોસ્ટર રિલીઝ થયું. કાલી ડોક્યુમેન્ટરીના  દિર્ગદર્શક નું નામ નીના માનીમેખલાઈ છે. કાલીના પોસ્ટર માં માતા કાલીને સિગરેટ પીતા બતાવાયા છે. તેમના જમણી બાજુના એક હાથમાં LGBT નો ઝંડો છે. 


વિવાદ:

માં કાલી હિન્દુ ધર્મમાં નવદુર્ગા, માં ભવાની,  માં આદ્યશક્તિ, માં પાર્વતી, માં મહિષાસુર મર્દીની તથા 51 શક્તિપીઠોની જન્મદાત્રી તરીકે ઓળખાય છે. માં કાલી ને સમગ્ર ભારતીય હિન્દુ સમાજ પોતાના પ્રાદેશિક વિધિવિધાનોથી પૂજતો આવ્યો છે. કોઈ આસોસુદ નવરાત્રિ એ પૂજા કરે છે તો કોઈ ચૈત્રી નવરાત્રી એ અર્ચના કરે છે. હિન્દુ ધર્મમાં, માં પાર્વતી એટલે કે માં કાલી ને સમગ્ર સૃષ્ટિના રક્ષક માનવામાં આવે છે.  


બંગાળમાં માં કાલી ની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને માં દુર્ગા; માં કાલી નો ભવ્ય ઉત્સવ અહી ઉજવાય છે. દરેક ધર્મના લોકો આ ઉત્સવમાં હોંશેહોંશે ભાગ લે છે. બંગાળ સિવાય ગુજરાતમાં પણ પાવાગઢની ટુંક પર માં બિરાજમાન છે. તાજેતરમાં જ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા નૂતન મંદિરનું હિન્દુ શાસ્ત્રો મુજબ લોકાર્પણ કરી ધર્મની ધજા ફરકાવાઈ છે. પાવાગઢ દરેક ધર્મનું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. 


તાજેતરમાં ટી.એમ. સી.ના સાંસદે મોઈયા મોહિત્રા દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું કે માં કાલી માંસ ખાય છે. હવે મને તમે એ કહો કે કોઈ ક્યારેય માતાજીને કોઈએ મનુષ્યરૂપે જોયા છે ખરાં! માતાજી તો માત્ર ધૂપના ભૂખ્યા છે બાકી આવા ભુખ્યાઓ જ ખાઈ જાય છે.

અને હા! આવી લોકલાગણીને દુભવતા નિવેદનો એક પ્રજા પ્રતિનિધિ આપી શકે ખરાં!


ભારત એક બિનસાંપ્રદાયિક અને વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. દરેક ધર્મ એકબીજાને માન આપે છે. હિન્દુ મંદિરો દરેક ધર્મના લોકોનો ચૂલો જલાવી રહ્યા છે, એમને રોજગારી આપી રહ્યા છે. કાશ્મીરમાં આવેલું અમરનાથ યાત્રાધામ કેટલાય મુસ્લિમ પરિવારોના ઘર ચલાવી રહ્યું છે.  ભારતમાં આવેલી 51 શક્તિપીઠો તથા ચારધામની યાત્રા પણ!


બંધારણ સંદર્ભે ધર્મ: 


બંધારણના અનુચ્છેદ 14 થી 32 સુધી ભારતના દરેક નાગરિકને વિશિષ્ઠ સ્વતંત્રતા(હક) અપાઈ છે. ભારતના દરેક નાગરિકને સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ વિરુદ્ધનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક મૂલ્યો જાળવવાનો હક તથા  બંધારણીય ઇલાજોનો હક એમ કુલ છ હકો આપવામાં આવ્યા છે. 

બંધારણના 19(1) માં કુલ  5 પ્રકારની સ્વતંત્રતા ઓ આપવામાં આવી છે જ્યારે 19(2)માં આ સ્વતંત્રતાઓની કેટલીક મર્યાદાઓ દર્શાવવામાં આવી છે.

બંધારણના 19(1) અભિવ્યક્તિની આઝાદી જરૂર આપે છે પણ સાથે સાથે 19(2) આ અભિવ્યક્તિની આઝાદીનો દુરુપયોગ કરતા અટકાવે છે.


નીના માનીમેખલાઇ દ્વારા રજૂ કરવામાં આવેલા પોસ્ટરમાં,  "અભિવ્યક્તિની આઝાદી" ના હકનું રટણ કરાયું છે. તેના દ્વારા અપાયેલ ટ્વીટર નિવેદનમાં તેને કહેલું કે, ભારતનું સંવિધાન તેને અનુચ્છેદ 19(1)(A) મુજબ અભિવ્યક્તિની આઝાદી આપે છે તો પછી 19(2) મુજબ સામાજિક સમરસતાના હાની પહોંચાડે તેવું નિવેદન કે અભિવ્યક્તિ કેવી રીતે આવકાર્ય હોય? આવા ડિરેક્ટરને બંધારણમાં આપેલી સ્વતંત્રતા દેખાય છે તો તેની મર્યાદા કેમ દેખાતી નથી? ભારતનો કોઈપણ નાગરિક કોઈપણ ધર્મ પર ટિપ્પણી કરી શકતો નથી.


નિષ્કર્ષ: 

ભારત બંધારણની રીતે ધર્મ નિરપેક્ષ દેશ છે. દેશમાં મુખ્યત્વે બે: ધાર્મિક બહુમતી(હિન્દુ) અને ધાર્મિક લગુમતિ જોવા મળે છે. દેશમાં લઘુમતી સમુદાયને તો બંધારણીય રક્ષણ મળેલું છે પરંતુ બહુમતીના ધર્મનું શું? ભારતને સાચા અર્થમાં લોકતાંત્રિક બનાવવો હોય તો નીતિ નિર્માતાઓએ આ બાબતને હવે ધ્યાને લેવી પડશે. દરેકનાં ધર્મ, જાતિ ને સમ્માન મળવું જોઈશે. 


જય હિન્દ.


લી. ચંદ્રસિંહ જી પરમાર
 #બાપૂ _ઉવાચ

મારી YouTube channel ને subscribe કરો:👇👇

Comments

Popular posts from this blog

હોળી

"Love in UKRAIN"(यूक्रेन में प्यार) by chandrasingh

"Love in UKRAIN(conclude)" by Chandrasingh