"મફતનું મૂલ્ય" by Chandrasingh
"કેળવણીની કેડીએ" મારી કોલેજ પૂરી થયી ગઈ. હું હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે સાથે નોકરી શોધવા લાગ્યો. મારા કોલેજ ગ્રુપમાં બધાં સેટલ થઈ રહ્યા હતાં. મારે બસ મારો જ ખર્ચો કાઢવાનો હતો. મોટાભાઈ, ઘર ચલાવતાં નહિ પણ દોડાવતાં હતાં. મારા પડોશ ગામ લાખાજીના મુવાડા ખાતે નવી બનેલ, શ્રી રોયલ સ્કૂલમાં અંગ્રેજી ભણાવવાની ઓફર મળી. પગાર છ હજાર પાંચસો નક્કી થયો. હવે મને મારા પોકેટમનીની ચિંતા દૂર થયી. મેં વિચાર્યું કે હવે ગામમાં ટ્યુશન ક્લાસ ચાલુ કરી દવ. આપડે ભણ્યાં એટલે કોઈકને તો ભણાવીએ! મારા ગામમાં લગભગ સાઈઠ જેવાં ઘર! મોટા ભાગના લોકો ખેતીમજૂરી કરે; એટલે ગામમાં એક બે ઘર સિવાય બધાં જમીન; ને બધાના ખેતરે શાકભાજીનું વાવેતર. રોજ પૈસાને રોજ દિવાળી! "પપ્પા, મારે ટયૂશન ચાલુ કરવું છે, ગામમાં વાત કરજો!". "ગામમાં કોઈ રૂપિયો નઈ આપે...!" "ભલે! આપડે મફત ભણાવીશું!" "સારું..!" મારાં શિડ્યુલ મુજબ તારીખ નક્કી કરી; પાંચ છોકરાઓય મળ્યાં. મારો વિષય અંગ્રેજી હતો. સરકારી શાળામાં જતાં બાળકો રજાઓમાં અંગ્રેજી શીખી શકે એ ઉદ્દેશ્યથી આ શ્રી ગણેશ કરેલાં. પહેલાં દિવસે પાંચમ...