હિન્દ પરિક્રમા: પવિત્ર પ્રેમકથા by Chandrasingh
ભારત પાકિસ્તાન સરહદે એક ગામ આવેલું છે. ભારત પાકિસ્તાન ભાગલા વખતે આ ગામના બે ભાગ પડી ગયા હતાં. એક જ ધણીના ખેતર વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા આવી ગઈ. જેમ બંગાળના ભાગલાનો દેશમાં વિરોધ થયેલો એટલો વિરોધ આ ભાગલાનો થયેલો. બંને સરકારોએ સર્વ સંમતિથી આ ગામ પૂરતું સીમાંકન રોકી રાખ્યું હતું. ૧૯૬૫માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતીય સેનાએ આ ગામ થકી છેક લાહોર સુધી તિરંગો ફરકાવી દીધેલો. જેથી દર વર્ષે ભારત પોતાનો હિસ્સો માનતા આ વિસ્તારમાં "હિન્દ પરિક્રમા" યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કરે છે.
હિન્દ પરિક્રમામાં ભારતના નાગરિકો પાકિસ્તાનની કહેવાતી ધરતી પર સરહદની હાઈ વોલ્ટેજ વાડની અંદર, વરંડાની અડોઅડ બનેલા રોડ પર ચાલીને પૂરી કરી, પાકિસ્તાનમાં ગયાનો અનુભવ કરી ભારતીય હોવાનો ગર્વ કરે છે. આ પરિક્રમા દર વર્ષે ૧૪ ઓગસ્ટના રોજ ભારતસરકાર દ્વારા સખત આર્મી સુરક્ષા વચ્ચે યોજવામાં આવે છે. હિન્દ પરિક્રમામાં દેશના ખૂણે ખૂણેથી લોકો ભાગ લે છે. "જય હિન્દ", "ભારતમાતા કી જય"ના જયઘોષ સાથે પરિક્રમા સંપન્ન થાય છે.
આ વખતની પરિક્રમા થોડી વિશેષ હતી. કારણ કે મારી પ્રિયતમા હિયા ભાગ લઈ રહી હતી. હિયા દિલ્હી યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં પીએચડી કરી રહી હતી. "Partion: Curse to Community" એના સંશોધનનો વિષય હતો, જે મારા વિષય કરતાં ખૂબ સંવેદનશીલ હતો. પીએચડી સંશોધન માટે તે અવનવા અખતરા કરતી. આ વખતે એને મને "હિન્દ પરિક્રમા" કરવાનો પ્રસ્તાવ મૂક્યો. એની યોજના મુજબ પરિક્રમા વખતે પાકિસ્તાનના ગામડામાં જતાં રહેવું, ત્યાં પાકિસ્તાની લોકોની આપવીતી સાંભળવી, ગામના બે ભાગલાનો ઇતિહાસ સાંભળવો, હાલ પરિક્રમાની પાકિસ્તાની જનમાનસ પરની અસરો તપાસવી વગેરે. એક વર્ષ ત્યાં સંશોધન કરવું અને જ્યારે ફરી પરિક્રમા આવે એટલે પાછું આવી જવું. મેં આ ગાંડીને ઘણું સમજાવી પણ માની નહિ! એના આયોજન મુજબ એક પાકિસ્તાની નાગરિક અસ્ફાક એની સાથે રહી પાકિસ્તાનમાં રહેવા, જમવા, અને મુલાકાતનું આયોજન કરવાનો હતો. અસ્ફાક વિશ્વાસુ હતો.
હિન્દ પરિક્રમા શરૂ થઇ. અમે બંને જોડાયા. એના આયોજન મુજબ ભારતીય સેનાથી નજર બચાવી એક સાંકડી પગદંડી થકી ગામમાં જવામાં સફળ થયાં. અમને અસ્ફાક મળી ગયો. બધુ આયોજન મુજબ જ ચાલ્યું. હું હિયાને છોડી પાછો આવી ગયો.
સમય ચાલતો રહ્યો...
શરૂઆતમાં તેનો ફોન આવતો રહ્યો. એ ખુશ હતી.
સમય ચાલતો રહ્યો...
"મારો પ્રોજેક્ટ હવે પૂરો થવા આવી ગયો છે. અસ્ફાકે મને ખૂબ મદદ કરી, ને પાકિસ્તાની લોકો ખૂબ માયાળું છે. મને અહીં ફાવી ગયું છે..." નોનસ્ટોપ બોલી ગઈ.
"ઓકે, હવે આ પરિક્રમાએ આવી જજે. હું લેવા આવીશ! પહેલાં દિવસે જ હોં!" મેં પ્રેમાતિરેક દર્શાવ્યો.
આ લગભગ છેલ્લી વાત હતી.
હજુ સુધી એનો ફોન નથી આવ્યો. બીજી પરિક્રમા આવી રહી હતી. મને ચિંતા વધી રહી હતી. હિયાનું મારા સિવાય દુનિયામાં કોઈ નહોતું. કારણ એ અનાથ હતી. એટલે જ તો એ દ્રઢનિશ્ચયી અને નિડર પણ હતી.
સમય ચાલતો રહ્યો...
હું જેની વાટ જોતો હતો એ સમય આવી ગયો. હું પણ આયોજન મુજબ પરિક્રમામાં જોડાયો. "ભારતમાતા કી જય"નો જયઘોષ બોલાવતાં ટોળાંની વચ્ચે, સૈનિકોની નજર છૂપાવી ગામની કેડી પર સરકી ગયો.
હવે મારું મિશન માત્ર હિયાને શોધવાનું હતું. પણ કેવી રીતે? કોણે પૂછું? એક વર્ષ પૂરું થયી ગયું!
મને અસ્ફાકની યાદ આવી. જ્યાં મેં હિયાને છોડી હતી ત્યાં પહોંચ્યો. સદનસીબે અસ્ફાક પણ મારી રાહ જોતો ઊભો હતો. એ ખૂબ ડરેલો જણાતો હતો. એનો સ્વાસ ઊંચે ચડેલો હતો. એણે બોલવું હતું પણ બોલી શકતો નહોતો. એણે મારો હાથ પકડ્યો, ખેંચી નજીકની ઝાડીમાં લઇ ગયો.
બે પળ પછી,
"हम लोग पूरी तरह से फंस गए है। आपने यहां आ के बहुत बड़ी भूल कर दी है!" ધ્રૂજતાં સવારમાં બોલ્યો.
"हिया कहा?" મારો એક જ સવાલે એના હૃદય પર વજ્રાઘાત કર્યો. એની આંખમાંથી દડ દડ કરતાં આંસુની ધારા વહેવા લાગી.
એ મારો જવાબ આપવા સક્ષમ નહોતો. માત્ર માથું ધુણાવી, "હવે નથી!" એવો સંકેત કર્યો.
હું પણ મારા આંસુ રોકી ના શક્યો. જાણે આખું પાકિસ્તાન હવે આ પૂરમાં તણાઈ જવાનું ન હોય!
થોડા સમય પછી બંને શાંત થયાં. એણે બોલવાનું શરૂ કર્યું.
"कुछ ही वक्तमें हिया और हम अच्छे दोस्त बन गए। वो सब में घुलमिल गई थी। वो इंसानियतकी सच्ची मिसाल थी। उसका प्रोजेक्ट पूरा ही होनेवाला था। अचानक एकदिन सुबहमे आर्मी ने उसके घर को घेर लिया। उसे इंडियन जासूस बता कर उसे पकड़ लिया। उसके सभी डॉक्यूमेंट जप्त किए गए। उसे आर्मी कैम्प में ले गए। मैने जाना तो वहां दौड़ा चला गया। मैने अपनी आईडी दिखाई, और निर्दोष हिया को छोड़ने का दावा किया। पर उन लोगों मुझे भागा दिया।
और...
और...
"बोलो, दोस्त!" હિયાની હાલત જાણવાની મને આતુરતા થયી.
"उस कैम्प में कई ओर लड़ाके थे। वे लश्करी तालीम ले रहे थे। "जेहाद" जैसे शब्द इस्तेमाल कर रहे थे। शायद वे आतंकवादी थे जो इसबार भारतमें बड़ा हमला करने की ही तैयारी कर रहे थे।
और...
अबतक कैम्प से कोई जीवित नहीं आया।
या ल्ला!
अब कोन बचाएगा भारतको?", વાત કરતાં કરતાં એની આંખોમાંથી ધોધમાર પાણી વરસી રહ્યું હતું.
હું એને વધુ કંઈ પૂછું એ પહેલાં તો બંદૂકની ગોળી એની ખોપરીની આરપાર નીકળી ગઈ. એની ભીની આંખો કાયમ માટે બંધ થયી ગઈ. આંખના પલકારામાં હું ત્યાંથી ખસી ગયો. ઝાડીજાખડાનો ફાયદો ઉઠાવી બંદૂકધારી યમદુતોથી બચી નીકળ્યો. હું ભારતીય બોર્ડરથી થોડો દૂર પાકિસ્તાની ધરતી પર હતો. અહી ભારતીય આર્મી નહોતી આવી શકતી.
મારે હવે હિયાની સાથે સાથે ભારતમાતાને પણ આતંકવાદીઓથી બચાવવાની હતી. હું લપાતો છૂપાતો કેમ્પ સુધી પહોંચ્યો. હું કોઈ સંરક્ષણ દળમાં નહોતો જોડાયેલો પરંતુ કોલેજમાં એનસીસીની ટ્રેનિંગ જરૂર લીધેલી; મારી દેશદાઝ ચરમસીમાએ હતી. અસ્ફાકની વાત સો ટકા સાચી હતી. મૂછ નો દોરો નથી ફૂટ્યો એવા લડાકા હાથમાં રાયફલ લઈ ફરી રહ્યાં હતાં.
હું સામેથી ફિલ્મી સ્ટાઈલે હુમલો કરવા જાઉં તો મારો તથા કેટલાય નિર્દોષ હિન્દુસ્તાની ભાઈઓનો જીવ ખોઈ દેવાનો હતો. મેં અહીંથી છટકી જવાનો નિર્ણય કર્યો. ગમેતેમ કરી ભારતીય આર્મી સુધી પહોંચી જવાનું હતું.
મેં તો જીવ હથેળીમાં લઈ સરહદની શેરી પકડી!
પરિક્રમા ગેટ સામે જ દેખાયો. મને જીતનો તિરંગો દેખાવા લાગ્યો. હું કંઈ વિચારું એ પહેલાં બંદૂકની ગોળી મારા કાન પાસેથી નીકળી ગઈ. હું નિહથ્થો હતો. હું ગેટ સામે દોડ્યો. સામેથી બે બુરખાધારીએ મને આંતરવાનો પ્રયત્ન કર્યો. હું મારી શક્તિનો પરચો દેખાડી ભાગ્યો. એટલામાં પાકિસ્તાની રેંજર્સની રાયફલ મારા કપાળમાં આવી ઉભી રહી. મને હવે યમરાજ દેખાવા લાગ્યાં. મેં મારા ઇષ્ટદેવ માંડવરાયજીનું સ્મરણ કર્યું. મારા મસ્તિષ્કમાં મારી અને હિયાની યાદો તાજી થવા લાગી. મને કોલેજની પ્રત્યેક પળ યાદ આવવા લાગી. મને મારા માતાપિતા તથા મારું ગામ દેખાવા લાગ્યું. ગામના એ જૂના માટીના ઘરો, માયાળું માનવી યાદ આવવા લાગ્યા. મારા મસ્તિષ્કના ખૂણામાં ક્યાંક "વંદે માતરમ્" ગીત શરૂ થયી ગયું હતું. મારી પાસે હવે ગણતરીની સેકંડો જ હતી.
મને ઘૂંટણિયે પડી માથે હાથ મુકવા હુકમ થયો. મારો જમણો ઘૂંટણ જેવો જમીન પર સ્પર્શ્યો, સામેથી ગનમશીનનો અવાજ આવ્યો. મારી આસપાસના બંદૂકધારી પાકિસ્તાની લડવૈયા નીચે ઢળી રહ્યાં હતાં.
સામેથી ત્રિરંગો મને લેવા આવ્યો હતો. આર્મીના જવાનો મને બચાવવા આવી ગયાં હતાં. હું જમીન પર સુઈ ગયો. જવાનો ઓપરેશનમાં લાગી ગયાં. ઘડીના ચોથા ભાગમાં પાકિસ્તાની રેંજરોની લાશોના ઢગલાં થયી ગયા.
પરિક્રમામાં આવ્યાં પહેલા મેં મારા આર્મીના જવાન મિત્ર પરેશને રૂબરૂ મળી હિયાના પ્રોજેક્ટ તથા તેના ગુમ થયાની તમામ માહિતી આપેલી. પરેશનું પોસ્ટિંગ પરિક્રમાની સિક્યુરિટીનું હતું. એ લોકોને પણ અગાઉથી સરહદપાર આતંકવાદી કેમ્પની બાતમી હતી. એ લોકોને મારા જેવા મજબૂૂર દેશભકતની જરૂર હતી. હું એમના મિશનનો ભાગ બની ગયો. એમણે મને એક લોકેશન ડીવાઈસ આપ્યું હતું. હું જ્યાં જાઉં, આ ડીવાઈસ એમને માહિતગાર કરતું હતું. હું જ્યારે આતંકવાદી કેમ્પની પાસે ગયો, ડીવાઈસની મદદથી એમને સરહદથી અંદરના અંતરનો તાગ મળી ગયેલો. હવે, મારું મન શાંત થયું. ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાની કેમ્પ ને ફૂંકી માર્યો. લગભગ સો જેવા આતંકવાદીઓનો ખાત્મો થયી ગયો.
હું ભારે હૃદયે ઘરે આવ્યો છું. મેં દેશ તો બચાવી લીધો પણ પોતાની પ્રિયા હિયા ને ના બચાવી શક્યો!
જય હિન્દ.
લી. ચંદ્રસિંહ જી. પરમાર
"#બાપૂ_ઉવાચ"
(સ્વપ્નસૃષ્ટિને આધારે)
(૭ ડિસેમ્બર, ૨૦૨૨)

Comments