હોળી
ભારતમાં ધર્મ: ભારત તહેવારોનો દેશ છે એમ કહીએ તોય કાઈ ખોટું નથી, કારણ ભારતની પવિત્ર ધરા માથે અનેકો નાનામોટા તહેવારો અનેકો લોકો દ્વારા ઉજવવામાં આવી રહ્યા છે; હોળી એમાંનો એક છે. આપણને ક્યારેય એવો વિચાર આવ્યો કે, ભારત વિશ્વમાં હવે વસ્તની બાબતે લગભગ ચીનથી પણ આગળ નીકળી ગયો છે; તે દુનિયાના આર્થિક રીતે પછાત ગણાતા દેશોમાં આવતો હોવા છતાં સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે. તમે ક્યારેય સાંભળ્યું કે અમેરિકામાં જીસસ ક્રિસ્ટ સિવાય બીજા કોઈ દિવિદેવતાઓની પૂજા થાય છે; તમે ક્યારેય સાંભળ્યું કે ભારતની કોઈપણ પ્રાથમિક શાળામાં ભણતા ભૂલકાઓને દફતરમાં બંદૂક રાખવી પડે છે જેમ અમેરિકા જેવી મહાસત્તાના બાળકોને રાખવી પડતી હોય! તમે ક્યારેય સાંભળ્યું છે કે ભારતના ભિખારીઓ પાસેથી લાખો રૂપિયાની રકમ મળી હોય જ્યારે અમેરિકા, યુરોપના ગર્ભશ્રીમંત ગણાતા દેશોમાં ભિખારીઓ ન હોવા છતાં પૈસા ખાતર ગમે ત્યારે વિદેશીઓ ઉપર ગોળીબાર કરી દેતા હોય! એવું ક્યારેય સાંભળ્યું છે કે ભારતમાં અમેરિકાની જેમ બાળક યુવાન થતાં સરકારને આશરે છોડી દેવામાં આવે! ઉપરના તમામ તથ્યોનુ...