"છૂટા પૈસા" by Chandrasingh

 

"પાંચસો રૂપિયા"

સૂરજદાદાએ મને જગાડ્યો, "અરે આજ તો સાત વાગી ગયાં! હવે બસ પણ નહિ મળે!"

નોકરીના પ્રેશરમાં હું ખટકાથી ઘર છોડી દીધું. લેટ થયી જતાં બાયડ_જૂનાગઢ બસ પણ વહી ગઈ. ઉતાવળમાં પાકીટ નહોતું જોયું, ઘરવાળીને પણ નહોતું કીધું કે પાકીટ જોઈ લેજે. હવે પછીની બસ છેક આઠ વાગે હતી. મારી સોનાટા ઘડિયાળમાં સાડા સાત વાગતાં હતાં. 

મનોમન, "એમ કરું, ઇકોમાં બેસી જવ. જલદી પહોંચશે." પાકીટમાં જોતાં ઘરવાળીએ મુકેલી માત્ર પાંચસોની નોટ દેખાણી. 

મનોમન, "લાવ! છૂટા લઈ લવ."

બસ સ્ટેન્ડમાં બનેલી દુકાને જઈ, "પાંચસોના છૂટા આપો". 

"અતાર પોરમાં છૂટા ચ્યોથી લાવું! ગલ્લો હાલ જ ખોલ્યો સે!"

મને શરમ લાગી, ઇકોવાળા જોડેથી લઇ લઈશું! દૂરથી ઇકો દેખાણી. હાથ ઊંચો કર્યો. ઉભી રહી. બેસી ગયો. પાલૈયા આવ્યું મેં પાકીટ કાઢ્યું, ભાડું આપવા પાંચસો હાથમાં લીધા. દહેગામ બસ ડેપો આગળ ગાડી ઊભી રહી. 

"લો ભાઈ! ભાડું લઈ લો." "છૂટા આપો." ઇકો વાળાએ મોઢું બગાડ્યું. હવે મારું મોઢું પણ થોડું ખારું થયી રહ્યું હતું. અમદાવાદની બસ પડી હતી, મારી પાસે ભાડાનાય છૂટા નહોતા. ઝડપી થેલો ફંફોસ્યો. એક પાંચનો સિક્કો ને ત્રણ બેના સિક્કા નીકળ્યા. 


અગિયાર રૂપિયા આપી બસ પકડવા દોડ્યો પણ બસ નીકળી ગઈ. પાંચ મિનિટ રાહ જોયા પછી લોકલ બસ મળી.  કંડકટર સાહેબ ઓળખીતા હતાં. અમદાવાદ ઊતરતા પહેલા તેમની પાસે પાંચસોના છૂટા પૂછ્યાં. 

"બાપુ, મારે જ બે પેસેન્જરને આપવાના છે" હું ફરી શરમાયો. 


અમદાવાદ ગીતામંદિરથી સુરેન્દ્રનગરની બસ મળી ગઈ. ઈદ અને અખાત્રીજનો તહેવાર હોવાથી આખી બસ રિઝર્વ હતી. હું આગમચેતી રૂપે ડ્રાઇવરના કેબિનમાં ગળી ગયો. આજે સવારે મોડું ઉઠવાનું આ પરિણામ હતું. થેલામાં વિજ્ઞાનની ચોપડી લાવેલો, સમય મળે તો વંચાય. પણ કેવી રીતે? આતો  બેસવાનાય ઠેકાણા નથી. બસ, ખીચોખીચ ભરાઈ ગઈ. રસ્તો કપાતો રહ્યો ને કેબિનમાં હું ગરમીથી શેકાતો રહ્યો. બે કલાક પછી રામછાપરી હોટેલ આવી. ભૂખ લાગેલી, નાસ્તો કર્યો. કરમજલી પાંચસોની નોટ કાઢી. 

મનોમન,"હવે તો તારે મને છોડાવો જ પડશે.!" 

"બાપુ, ખાલી વીસ રૂપિયા આપો! તમારે પાંચસોના છૂટા જોઈએ તો પાંચ સોની નોટ આપું."

 મને ફરી શરમ લાગી. પુરુષ તરીકે પહેલો ગુસ્સો પત્ની પર આવ્યો; પરંતુ એ બિચારીનો શું વાંક? એણે તો સંભાળીને પાંચસોની નોટ મુકેલી, બે દિવસ ખર્ચના પૈસા ખૂટે નહિ એટલે. 

કંડકટર પાસેથી વીસ રૂપિયા લઈ હોટેલ આપ્યાં. સામે પાંચસોની નોટના બદલામાં પાંચ સોની નોટો લીધી. 


બે દિવસના અંતરાલ બાદ સુરેન્દ્રનગરથી ઘરે આવવા નીકળ્યો. અહીંથી પણ મોડું થતાં એક વાગ્યાની અમદાવાદ મળી. આજે ડ્યુટીમાં ધવલભાઈ કલોત્રા હતાં, ખૂબ જ ઉમદા માણસ. હું અને જેકે, મારો સહકર્મી મિત્ર બસમાં બેસી ગયાં. મારે ગીતામંદિર ઉતારવાનું હતું. ગાડી ખાલી હતી. અમે સાણંદ પહોંચ્યા. જેકે ઉતરી ગયો. સાણંદથી એક માજી નાની દીકરી સાથે બસમાં ચડયાં. માજી સિત્તેર વટાવી  ચૂક્યા હશે. ટિકિટના એમને છત્રીસ થતા હતાં. માજીએ પાંચસોની નોટ આપી.


"માજી, છૂટાં આપો, ચાલીસ હોય તો ચાલીસ આપો, ચાર પાછા આપુ." કંડકટર બોલ્યાં.

"બેટા! છૂટા થાય તાને આપજે, મારી પાહે આ એક જ નોટ હે." 

"માજી, આગળ થાય તો આપુ!"

"બેટા! ચાલીસના પચાસ કાપી લે, પણ છૂટા આપ." માજીની આંખમાં ઓશિયાળાપણું દેખાઈ રહ્યું હતું. મને આ દૃશ્ય અસહ્ય લાગ્યું. 

માજીને કહ્યું, "આમ કંઈ સોળ રૂપિયા જવા દેવાય? માસ્તર જોડે પૂરા પૈસા લઈ લેવાના!" 


મારો દોઢડાહ્યાં શબ્દોને વાળતાં માજી બોલ્યાં, 

"બેટા, મારી જોડે જેટલા છૂટા અતા એ વપરાઈ જ્યાં, આ માત્ર પાંસોની નોટ વધી હે. મારી ભોણીને‌‌ પોણીય ના પીવરાયુ આ નોટે." 

મારા શરીરને કાપો તોય લોહી ના નીકળે એવી હાલત થયી ગઈ. "છૂટા" શબ્દ પરની નફરત વધી ગઈ. 

મનોમન, "મારી પાસેની પાંચ સોની નોટો આપી દઉં? મારે તો હવે ઘરે જવાનું છે! આ ભાણીને નાસ્તા, પાણી લેવું હોય તો માજીને કામ લાગશે."

માજીને પાંચસોના છૂટા આપતાં એમની આંખોમાં જે આનંદ જોયો તે જોવું કદાચ મારી જિંદગીનું અહોભાગ્ય હશે!


ચંદ્રસિંહજી પરમાર.

"બાપુ_ઉવાચ"

Comments

Anonymous said…
Vah babu sir Vah...
Unknown said…
Kya kya thi goti lo so...wah Mitra wah

Popular posts from this blog

હોળી

"Love in UKRAIN"(यूक्रेन में प्यार) by chandrasingh

"Love in UKRAIN(conclude)" by Chandrasingh