"માં" નું આધુનિક સ્વરૂપ by Chandrasingh
![]() |
| પ્રતિકાત્મક ચિત્ર : "માં" નું સાચું સ્વરૂપ |
સુરેન્દ્રનગર નું ખોડું ગામ. ગામની વહુવારું નિકિતા ત્રણ મહિનાની દીકરી વૈદેહીને લઈ માતાજીના દર્શને આવી. માતાજીના નૈવેધ વિધિ પતાવતા સાડા અગિયાર સમય થયી ગયો. નૈવેધ કરી અમદાવાદ પાલડી જવાનું હતું; એ પણ ધગધગતા બપોરે! છાપું સુરેન્દ્રનગરમાં ૪૭ ડિગ્રી તાપમાન બતાવતું હતું.
" બેટા, આપડે રોકાઈ જઈએ... સાંજે જઈશું...ઠંડા પોરે!" સાથે આવેલી માતાએ દીકરીને કહ્યું.
"ના, માં! આપડે વહી જાશું." નિકિતાએ જવાબ આપ્યો.
"રોકાઈ જા ને! કાલ સવારે નીકળી જજે." વૈદેહીના પિતા બોલ્યાં.
"તમે કંઈ જ ના બોલો! તમારી લીધે મોડું થયું સે." નિકિતા ગુસ્સાથી બોલી.
નિકિતાના પતિએ બપોરે બાર વાગે સુરેન્દ્રનગરથી ઉપડતી અમદાવાદની બસમાં ત્રનેઉંને બેસાડી દીધા. આજે બસ મોડી હતી. અહી ગરમીનો પારો આગાહી મુજબ ત્રાડ ગજવતો હતો. બારીમાંથી ગરમ લૂ શરીર શેકી રહી હતી. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી દીધુ હતું. લખતર સુધી બધું યોગ્ય રહ્યું. હવે દીકરી વૈદેહી રડવા લાગી. ગરમ લૂ એનું ભારે શરીર સહન કરી શકતું નહોતું. થોડીક ક્ષણોમાં એને આખી બસને ડિસ્ટર્બ કરી દીધી!
નિકિતા પાસેથી વૈદેહી લઈ તેની માતા,
"મારું શોનુ બેટા! સૂઈ જા."
" બેન એને તરસ લાગી હશે! લો, આ ઠંડુ પાણી પીવડાવો." બાજુની સીટમાંથી એક બેને બાટલો લંબાવતા કહ્યું.
નિકિતાએ પાણી પીવડાવવાની ડ્રોપ પાઇપ તથા નાનો ગ્લાસ કાઢી પાણી લીધું; પાણીથી પણ આ રુદન ના રોકાયું! બસ રસ્તો કાપી રહી હતી, આ બાજુ વૈદી ના રુદને સમગ્ર બસનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું. નિકિતા નો ગુસ્સો વધી રહ્યો હતો. આધુનિક માં આવી પરિસ્થિતિમાં જલ્દી હારી જાય છે, એનું જીવંત ઉદાહરણ આજે મારી નજર સમક્ષ હતું. નિકિતાની માં આકુળવ્યાકુળ થઇ ગઇ. એને હાથમાં લઈ ઉલાળવા લાગી, રાખે ને સુઈ જાય!
ગરમીએ માજા મૂકી હતી. કાળા ચશ્મા સિવાયના મુસાફરોની આંખો લાલ જણાતી હતી. દુર્ભાગ્યે હું પણ મારા ચશ્મા ભૂલી ગયો હતો. મારું માથું તાપી રહ્યું હતું. આંગળીઓ એટલી હદે ગરમ થયી હતી કે જો આંખે અડાડું તો આંખો બળવા લાગતી હતી. બારી ખોલવાની કોઈની હિંમત નહોતી.
"બેન રૂમાલ પલાળી એના માથે મૂકો, બંધ થાય તો...!" મારી આગળ બેઠેલા ભાઈ બોલ્યાં.
"માજી, આ દુપટ્ટાના બે છેડા પકડો... હીંચકો નાખીએ."
નીકિતાની માતા ઊભા થયા; વૈદેહીને દુપટ્ટાના પલ્લુમાં સુવાડી સામે બેઠેલા બેન હીંચાવા લાગ્યા.
થોડી વારમાં વૈદું રડતી બંધ થયી ગઈ. આખી બસે રાહતનો શ્વાસ લીધો. નિકિતા માતા ચાલુ બસે ઊભા રહી દીકરીની દીકરીને હીંચકો નાખતા હતાં, જે જોઈ છેલ્લી સીટે બેઠેલા જેન્ટલમેન બોલ્યાં,
" બેન, આ સામસામેની સીટ પર દુપટ્ટો બાંધી દો... તમને થાક નહિ લાગે અને પડવાની બીક પણ નહિ!"
નિકિતાની માતા હવે થાકી ગયા હતાં. વૈદેહીને હાથમાં જુલાવી રહેલા દુપટ્ટામાંથી બહાર કાઢી. તેને ફરી રડવાનું ચાલુ કર્યું. હવે...!
છેલ્લી સીટ પર બેઠેલા જેન્ટલમેન ઊભા થયાં. ખોયું બાંધી આપ્યું. હવે વૈદેહી સુવાડવાની હતી. ઊભા થયાં. ભગવાન પણ આજે તેમની પરીક્ષા લઈ રહ્યાં હોય તેમ, જેવા ઊભા થયા કે તરત જ બસની બ્રેક વાગી, બમ્પ આવ્યો હતો. આજુબાજુ બેઠેલાં સહું મુસાફરોએ આ બાળકી લાદેલા માજીને પકડવા હાથ લાંબા કરી દીધાં. એમાં હું પણ બાકાત નહોતો. મેં પણ માજીનું બાવડું પકડી રાખ્યું.
ઊંચાનીચા થવાથી વૈદેહી ગભરાઈ ગઈ. એનું રુદન વધી ગયું. હવે...!
નિકિતા ની પાછળ બેઠેલા બેન,
"લાવો, માજી! હું તેડું."
તેઓ વૈદેહી તેડી છાની રાખવા મથી રહ્યાં. એમની નાની દીકરી વૈદેહીનાં માથે હાથ ફેરવી રહી.
હવે બસ સાણંદ વટાવી ગઈ. વૈદેહી બંધ થાય એવું લાગતું નહોતું. રડવાથી એનો ગોરો વાન લાલ થયી રહ્યો હતો. સામાન્ય બાળકની સરખામણીમાં એનું કદ ભારે હતું.
"લાવો, બેન!" નિકિતા એ વૈદેહી ને હાથમાં લીધી.
"ચટાક...ચટાક...!" જેવો મારવાનો અવાજ સંભળાયો.
"એય બેન! આવડા નાના ફૂલ ને મરાય?" ગુસ્સાથી હું તાડુક્યો. કદાચ આજે આ સ્ત્રીની જગ્યાએ મારી પત્ની હોત તો, દીકરીને મારેલા બે ફડાકાની સામે ચાર ફડકાં ચોડી દીધા હોત...!
અત્યાર સુધી દીકરીને શાંત કરવા મથતા તમામ મુસાફરો પેલી નફ્ફટ સ્ત્રી પર ફિટકાર વરસાવવા લાગ્યા!
#બાપુ_ઉવાચ :
આધુનિક સ્ત્રી બાળકની પીડા ના સમજી શકે, તો વાંઝિયા રહેવું કેમ પસંદ નથી કરતી? સાડા ત્રણ મહિનાના ફૂલને મારેલો ફડાકો એ શું એનું "સ્ત્રી" હોવાનું પ્રમાણ છે? શું સ્ત્રી બાળરૂપે જન્મ લેવો આજે પણ સમાજમાં ગુનો છે? કેમ આજે પણ સ્ત્રી દ્વારા સ્ત્રી જાતિ પ્રત્યે ઓરમાયું વર્તન કરાય છે? સ્ત્રી વિના માનવ સમાજની કલ્પના અધૂરી છે. સ્ત્રી છે તો જ માનવ સમાજનું અસ્તિત્વ છે, એ સત્ય આપણે બધાએ સમજી લેવું જોઈએ.
જય હિન્દ.
नार्येसु पूजयन्ति।
લી. ચંદ્રસિંહજી પરમાર

Comments