ગુજરાત vs. રાજસ્થાન ગરીબ ભોજન યોજના
"ભોજન યોજના" એટલે ગરીબ, શ્રમિક વર્ગને સસ્તું અને પોષ્ટિક ભોજન પૂરું પાડતી યોજના.
આ લેખમાં આપણે ભારતના બે રાજ્યો :ગુજરાત અને રાજસ્થાન મા રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી ભોજન યોજના ની સમજ લઈશું. તમિલનાડુ થી શરૂ થયેલી "અમ્માં cantine" માનવ સમાજ માટે આશીર્વાદરૂપ બની રહી છે.
તાજેતરના વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ દ્વારા ભારતમાં 1995મા શરૂ કરાયેલ મધ્યાહન ભોજન યોજના પણ ગ્રામીણ તથા શહેરી બાળકોના પોષણ માટે ખૂબ કારગર બની ચૂકી છે. ગુજરાતમાં આ યોજના 1984 મા માધવસિંહ સોલંકીના સમયમાં શરૂ કરવામાં આવી, જેનો હેતુ શિક્ષણ નો વ્યાપ વધારવાનો હતો. કેન્દ્ર સરકાર દ્વારા 75: 25 ના પ્રમાણ ના સહાય કરવામાં આવે છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજના:
- આ યોજના ગુજરાત સરકારે બાંધકામ મજૂરો ને બે ટંકનું પોષ્ટિક ભોજન મળી રહે એ હેતુથી શરૂ કરવામાં આવી.
9
- આ યોજના અંતર્ગત સરકાર 10₹ મા ભરપેટ ભોજન આપવાનુ શરૂ કર્યું.
- આ યોજના 8 મહાનગરપાલિકાઓ મા શરૂ કરાઈ.
- આ યોજના અંતર્ગત શાક, રોટલી, દળ ભાત.
ઇન્દિરા રસોઈ યોજના
- યોજના ગેહલોત સરકારે 2018મા અમલ મા મુકી છે. તેના અંતર્ગત રાજસ્થાન મા ₹8 મા જમવાનું અપાય છે.
- ઇન્દિરા રસોઈ, શિરોહી ની મુલાકાત લેતા જાણવા મળ્યું કે ત્યાં જમવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડે છે, જેમાં જમનાર નો વેબકેમ થી પાડેલો ફોટો અપલોડ કરવાનો હોય છે.
- ગુજરાતની જેમ જ ત્યાં જમવાનું પોષ્ટિક મળે છે. રાજસ્થાન સરકારની આ યોજનામાં હોટલ ની જેમ તમે ટેબલ પર બેસી જમી શકો છો, જ્યારે ગુજરાતમાં તમને લારી પર જમ્યા હોય એવું લાગે.


Comments